Tuesday, October 14, 2025

મોરબીના બરવાળા થી બગથળાને જોડતો રસ્તો ડામર રોડ બનાવવા મુખ્યમંત્રીને રજૂઆત 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી તાલુકાના બરવાળા ગામ થી બગથળા ગામને જોડતો રોડ છેલ્લા ૭૮ વર્ષોથી કાચો રોડ છે જે તાત્કાલિક ડામર રોડ બનાવવા જનરલ સેક્રેટરી ઇન્ટર નેશનલ હ્યુમન રાઈટ એસોસિયેશન કે.ડી. બાવરવાએ મુખ્યમંત્રીને રજુઆત કરી ડામર રોડ બનાવવા માંગ કરી છે.

રજુઆતમાં જણાવ્યું છે કે મોરબી તાલુકાના બરવાળા ગામ થી બગથળા ગામને જોડતો રોડ જે આજે આઝાદીના ૭૮વર્ષ થી પણ વધારે વર્ષો થયા હોવા છતાં કાચો રોડ છે. આ રોડ ઉપર બરવાળા થી બગથળા જવા માટે લોકો તેનો ઉપયોગ કરે છે. પરતું ચોમાસામાં આ રોડ ચાલવા લાયક હોતો નથી બરવાળા ગામ ની બધીજ જરૂરિયાત માટે મોટા ભાગે બગથળા ગામ ઉપર નિર્ભર રહેવું પડતું હોય છે. જેવું કે બેંક, પોલીસ સ્ટેશન, હેલ્થ સેન્ટર અને તાલુકા શાળા ના કામો માટે આ રોડ ખુબજ અગત્ય નો છે.

 તદઉપરાંત ખેવાળિયા, નારણકા, લુંટાવદર, પીપળીયા વગેરે ગામના લોકો બગથળા ખાતે આવેલ નકલંક ભગવાન ની પ્રસિદ્ધિ જગ્યા ના દર્શન માટે જવા માટે આ રોડ નો ઉપયોગ કરતા હોય છે. તો અમારી માંગણી છે કે આ રોડ ને તાત્કાલિક ડામર રોડ બનાવામાં આવે જો આવું કરવામાં નહી આવે તો સ્થાનિક ગામના લોકો ને સાથે રાખી ને ગાંધી ચિંધ્યા માર્ગે આગળ વધવાની ચિમકી ઉચ્ચારી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર