મોરબીમાં તા.15ના વિકાસ પદયાત્રા યોજાશે: આયોજન અંગે કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ
વિકાસ સપ્તાહ અંતર્ગત મોરબીમાં આગામી ૧૫ ઓક્ટોબરના રોજ યોજાનાર વિકાસ પદયાત્રાની પૂર્વ તૈયારીની સમીક્ષા બાબતે કલેક્ટર કે.બી. ઝવેરીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. બેઠકમાં આ કાર્યક્રમના સુચારૂ આયોજન અને જરૂરી તૈયારીઓ બાબતે સંબંધિત વિભાગોને કલેક્ટર દ્વારા જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા અને પૂરતું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
વિકાસ સપ્તાહ અંતર્ગત કરવામાં આવી રહેલા વિવિધ આયોજનોના ભાગરૂપે મોરબીમાં આગામી ૧૫ ઓક્ટોબરના રોજ પદયાત્રા યોજાનાર છે. આ વિકાસ પદયાત્રા મોરબીમાં મણીમંદિર થી શરૂ થઈ ત્રિકોણબાગ ગાંધીજીના સ્ટેચ્યુએ પૂર્ણ થશે. હાલ વહીવટી તંત્ર દ્વારા આ વિકાસ પદયાત્રા સંબંધિત તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.