હળવદ ધ્રાંગધ્રા હાઈવે પર ટ્રેલર પાછળ ટેન્કર અથડાતાં એકનું મોત
હળવદ ધ્રાંગધ્રા હાઈવે રોડ ઉપર જી.આઇ.ડી.સી. સામે રોડ ઉપર ટ્રેલર પાછળ ટેન્કર ભટકાડતા ટેન્કરની ખાલી સાઈડમાં બેઠેલ બીજા ડ્રાઈવરને માથાના ભાગે ઈજા થતા તેમનું મોત નિપજ્યું હતું આ બનાવ અંગે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ કચ્છ જીલ્લાના અંતરજાળ ગામે રહેતા હીરાભાઈ જેસંગભાઈ મિયાત્રા (ઉ.વ.૬૫) એ આરોપી ટેન્કર રજીસ્ટર નંબર -જીજે-૩૯ -ટી.એ.-૮૫૦૧ ના ચાલક મુસાભાઈ કાળુભાઈ બેલીમ રહે. દશાડા જી. સુરેન્દ્રનગરવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે હળવદ ધ્રાંગધ્રા હાઈવે રોડ ઉપર આરોપીએ પોતાનુ ટેન્કર રજીસ્ટર નંબર -જીજે-૩૯ -ટી.એ.-૮૫૦૧ વાળુ પુર ઝડપે ચલાવી રોડ ઉપર આગળ જતા ટ્રેલર રજીસ્ટર નંબર -જીજે-૩૯-ટી.એ.-૧૭૨૨ ના પાછળના ભાગે ભટકાડતા પોતાના કબ્જાના ટેન્કરમા ખાલી સાઈડમાં બેસેલ બીજા ડ્રાઈવર નવીનભાઈ રામજીભાઈ મિયાત્રા ને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા નવીનભાઈ નું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ અંગે આરોપી ટેન્કર ચાલક વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાતા પોલીસે ફરીયાદના આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.