મોરબીના શોભેશ્વર રોડ પર ટેબલ લેવા બાબતે વૃદ્ધને ચાર શખ્સોએ માર માર્યો
મોરબી શહેરમાં મારામારીના બનાવો દિવસે ને દિવસે વધતા જઈ રહ્યા મોરબી જાણે ક્રાઈમમા બિહારના પગલે ચાલી રહ્યું હોય તેવુ લાગી રહ્યુ છે ત્યારે મોરબીના શોભેશ્વર રોડ પર જીલ્લા પંચાયત કચેરી નજીક રોડ ઉપર આરોપીની દુકાન સામે વૃદ્ધે ટેબલ રાખેલ હોય જે ટેબલ લેવા બાબતે વૃદ્ધને ચાર શખ્સોએ ગાળો આપી લાકડી તથા ઢીકાપાટુનો મુંઢમાર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી શહેરમાં સામાકાંઠે આવેલ ભુવેનેશ્વરી પાર્ક શોભેશ્વર રોડ જીલ્લા પંચાયત નજીક રહેતા ભાગવતદાસ સરજુદાસ રામાવત (ઉ.વ.૬૦) એ આરોપી ભોજાભાઈ કરમણભાઈ ભરવાડ, મનીષભાઇ ભોજાભાઈ ભરવાડ, રાણાભાઈ મલાભાઈ રાતડીયા તથા અજાણ્યા શખ્સ વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે મોરબીના શોભેશ્વર રોડ પર જીલ્લા પંચાયત કચેરી નજીક રોડ ઉપર આરોપી ભોજાભાઈની દુકાન સામે ફરીયાદીએ ટેબલ રાખેલ હોય જે ટેબલ લેવા બાબતે ફરીયાદીને આરોપીઓએ ગાળો આપી લાકડી વડે તથા ઢીકાપાટુનો મારમારી ઈજા પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ બી.એન.એસ. કલમ -૧૧૫(૨), ૩૫૨, ૩૫૧(૨)(૩), ૫૪ તથા જી.પી. એક્ટ કલમ -૧૩૫ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.