મોરબીના નવા ડેલા રોડ પરથી બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ
મોરબી શહેરમાં આવેલ નવા ડેલા રોડ પર ભવાની ટ્રેડિંગની બાજુમાં આવેલ શૌચાલય પાસે પાર્ક કરેલ જગ્યાએથી આધેડનું કોઈ અજાણ્યો ચોર ઈસમ બાઈક ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના લજાઈ ગામે રહેતા અને કુરીયરમા નોકરી કરતા હસમુખભાઈ દેવજીભાઈ સોલંકી (ઉ.વ.૪૪) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ સિટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીનું હોન્ડા કંપનીનું સી.ડી.૧૦૦ મોટર સાયકલ જેના રજીસ્ટર નં. GJ-36-AA-1615 વાળુ જેની કિ.રૂ. ૫૦,૦૦૦/- ગણી શકાય તે મોટરસાયકલ મોરબી નવા ડેલા રોડ ભવાની ટ્રેડિંગની બાજુમાં આવેલ જાહેર શૌચાલય પાસે પાર્ક કરેલ ત્યાંથી ફરીયાદીની પરવાનગી કે સહમતી વગર પાર્ક કરેલ જગ્યાએથી ખસેડી ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.