માળિયાના વેજલપર ગામે થયેલ ચોરીની એક અઠવાડિયે પોલીસે ફરિયાદ નોંધી !
લ્યો બોલો: ચોરી થયા ના એક અઠવાડિયા પછી પોલીસે ફરિયાદ નોંધી
માળીયા મીયાણા તાલુકાના વેજલપર ગામે તસ્કરોએ ત્રણ ઘરોને નીશાને બનાવી તરખાટ મચાવ્યો હતો. જેમાં વેજલપર ગામે પ્રૌઢના રહેણાંક મકાનમાંથી તથા અન્ય એક ધર્મેશભાઈના મકાનમાંથી રોકડ તથા ગૌતમભાઈનુ બાઈક મળી કુલ કિં રૂ. ૪૮,૦૦૦ ના મુદ્દામાલની ચોરી કરી કોઈ અજાણ્યો ચોર ઈસમ લઈ ગયો હોવાની માળિયા પોલીસે એક અઠવાડિયા બાદ ફરીયાદ નોંધી છે.
મળતી માહિતી મુજબ માળીયા મીયાણા તાલુકાના વેજલપર ગામે રહેતા અને ખેતી કરતા કિશોરભાઈ અંબારામભાઈ ભોરણીયા (ઉ.વ.૫૫) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ માળિયા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે અજાણ્યા આરોપીએ ફરીયાદીના રહેણાક મકાનના દરવાજાનુ તાળુ તોડી અંદર પ્રવેશ કરી કબાટમા રહેલ રોકડ રૂ.૩૮૦૦૦/- ચોરી કરી તેમજ સાથી ધર્મેશભાઇના ઘરે રોકડ રકમની ચોરી કરી તેમજ સાથી ગૌતમભાઇ ભરવાડનુ હીરો કંપનીનું મોટરસાયકલ જેની કી.રૂ.૧૦૦૦૦/-ગણી જે કુલ ૪૮,૦૦૦/- રૂપિયાના મુદામાલ ની ચોરી કરી કોઇ અજાણ્યો ઇસમ લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે એક અઠવાડિયા જેટલા સમય બાદ ફરીયાદ નોંધી આગળ તપાસ હાથ ધરી છે.