ટંકારા: આગામી તારીખ ૨૬/૧૦/૨૦૨૫ ને રવિવાર ના રોજ રાત્રે ૯.૩૦ કલાકે નસીતપર ગામે પંચાયત ગ્રાઉન્ડ મુકામે મારૂતી ગૌ શાળા ટ્રસ્ટ – નસીતપર ના લાભાર્થે શ્રી મારૂતી ગૌ સેવા યુવક મંડળ – નસીતપર દ્રારા મહાન ઐતિહાસિક નાટક ” સોરઠનો સિંહ રા’નવઘણ યાને બહેન જાહલ ની ચિઠ્ઠી ” સાથે હાસ્ય રસીક કોમીક ” બિચારો શેઠ, ફસાયો ઠેઠ ” ભજવામાં આવશે.
તો આ નાટક અને કોમિક નિહાળવા તથા ગૌ સેવા ના આ ભગીરથકાર્યમાં સહભાગી થવા જાહેર જનતાને શ્રી મારૂતી ગૌ શાળા ટ્રસ્ટ તથા સમસ્ત નસીતપર ગામ વતી ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવેલ છે.
હળવદ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દેશી દારૂના ગુનામાં સંડોવાયેલા મહિલાને પાસા તળે ડીટેઇન કરી હળવદ પોલીસ દ્વારા મધ્યસ્થ જેલ વડોદરા ખાતે સોંપવામાં આવેલ છે.
હળવદ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ મહિલા સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોકલતા જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબી નાઓ તરફથી પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ આરોપીનુ પાસા વોરંટ ઇસ્યુ કરેલ...
સમગ્ર ગુજરાતની નંબર-૧ આંખની હોસ્પીટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, શ્રી જલારામ ધામ-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીનાની ૪ તારીખે શહેરના શ્રી જલારામ ધામ, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે યોજાઈ રહ્યો છે. જે અંતર્ગત તા.૪-૧૨-૨૦૨૫ ગુરુવાર ના રોજ સવારે ૯ થી ૧૨ કલાક દરમિયાન...