હળવદમાં નજીવી બાબતે આધેડ સહિત ચાર વ્યકિતને પાંચ શખ્સોએ માર મારી છરી વડે ઈજા કરી
હળવદ શહેરમાં તળાવના કાંઠે આધેડના કુટુંબી ભાઈએ આરોપી વિરુદ્ધ અગાઉ ફરીયાદ કરેલ હોય જેનું મન દુઃખ રાખી આરોપીઓએ સાથી દિનેશભાઇને ધોકા વડે મારમારી આધેડ તથા સાથી સમજાવવા જતા સાથી રાકેશભાઈ ને તથા બુટાભાઈને છરી વડે ઇજા કરી આધેડ તથા સાથીઓને ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદ શહેરમાં જુના દલીતવાસ સરા રોડ પર રહેતા મનસુખભાઇ પુંજાભાઈ રાઠોડ (ઉ.વ.૫૧) એ આરોપી અમન હસમુખભાઈ પરમાર કાર્તિક હસમુખભાઈ પરમાર, મોહીત હસમુખભાઈ પરમાર, કલ્પેશભાઈ હસમુખભાઈ પરમાર તથા હિંમત કાનજીભાઇ પરમાર રહે.બધા બસ સ્ટેન્ડ પાછળ હળવદવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના કુટુંબી ભાઇએ આરોપી વિરૂદ્ધ અગાઉ ફરીયાદ કરેલ હોય જેનુ મન દુખ રાખી આરોપી અમનએ સાથી દીનેશભાઇને ધોકા વતી માર મારેલ જે બાબતે ફરીયાદી તથા સાથીઓ સમજાવવા જતા આરોપી અમનએ સાથી રાકેશભાઇ મનસુખભાઇ રાઠોડ ને છરી ઇજા કરી તેમજ આરોપી કાર્તિકએ સાથી બુટાભાઇ જીવાભાઇ રાઠોડને છરી વતી ઇજા કરી તથા આરોપી મોહીતએ સાથીઓને ઢીંકા પાટુનો માર મારી તથા તમામ આરોપીઓએ ફરીયાદી તથા સાથીઓને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોય જેથી આ બનાવ અંગે ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.