મોરબીના જોધપ (નદી) ગામની સીમમાં આધેડ તથા મહિલા પર બે શખ્સોનો હુમલો
મોરબી તાલુકાના જોધપર (નદી) ગામની સીમમાં મારૂતિનંદન પોલીપેક કારખાનાની સામે બજારમાં આધેડ તથા મહિલાને બે શખ્સોએ ગાળો આપી લાકડાના ધોકા વડે મારમારી ઇજા પહોંચાડી હોવાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના મહેન્દ્રનગરમા પ્રભુકૃપા ટાઉનશિપ શિવમ એપાર્ટમેન્ટ ૬૦૩મા રહેતા આરોપી બીંદભાઈ તથા અર્જુનભાઈ રહે. બંને હાલે જોધપર (નદી) ગામની સીમમાં મારૂતિ પોલીપેકમા તા.જી. મોરબીવાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી તથા સાથીને આરોપીઓએ ભુંડાબોલી ગાળો આપી આરોપી બિદભાઈએ લાકડાના ધોકાવતી ફરીયાદીને માથામા તેમજ કાન ઉપર તેમજ જમણા હાથે મુંઢમાર મારી તથા સાથી મુક્તાબેનને હાથમા ધોકાવતી મુંઢ ઈજા કરી બંન્ને આરોપીઓ એ ફરીયાદી તથા સાથીને શરીરે મુંઢ ઈજા કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.