મોરબીના ટીંબડી ગામે મંદિરના શિખર પરથી નીચે પટકાતાં યુવાનનું મોત
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના જુના ટીંબડી ગામે રહેતા વિજય તેજાભાઇ ગમારા (ઉ.વ ૨૭) મોરબીના ટીંબડી ગામ ખાતે આવેલ રામદેવપીરના મંદીરના શીખર પર કામ કરતા હોય ત્યારે અકસ્માતે પડી જતા માથાના પાછળના ભાગે ગંભીર ઇજા થતા પ્રથમ સારવાર ખાનગી હોસ્પીટલ મોરબી ખાતે બાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખાનગી હોસ્પીટલ ખાતે દાખલ કરેલ હોય બાદ મોરબી લાવતા તે દરમ્યાન રસ્તા મા મૃત્યુ નિપજ્યું હતું. જેથી આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.