હળવદના ધુળકોટ ગામે બોલેરો ગાડીમાંથી દેશી દારૂના જંગી જથ્થા સાથે એક ઝડપાયો
હળવદ તાલુકાના ધુળકોટ ગામની સીમમાં બોલેરો પીકપમાથી દેશી દારૂ તથા અન્ય પ્રોહિ મુદામાલ મળી કુલ કિ.રૂ ૬,૦૫,૨૫૦/- ના મુદામાલ સાથે એક ઈસમને હળવદ પોલીસે ઝડપી પાડયો છે.
હળવદ પોલીસને મળેલ બાતમીના આધારે ધુળકોટ ગામની સીમમાં રેઇડ કરતા એક ઇસમને બોલેરો પીકઅપ ગાડી સાથે ૩૭૦ લીટર દેશી દારૂ તથા દેશી દારૂ બનાવવાનો આથો લીટર- ૧૨૫૦ મળી કુલ કિ.રૂ ૧,૦૫,૨૫૦/- નો મુદામાલ તથા બોલેરો કારની કિંમત મળી કુલ કિ.રૂ. ૬,૦૫,૨૫૦/- ના મુદામાલ સાથે એક ઇસમ યોગેશભાઇ ઉર્ફે યોગલો હિરાભાઇ છનુરા રહે. ગામ જુના ઘાંટીલા તા. માળીયા (મી.) વાળાને પકડી પુછપરછ કરતા અન્ય એક શખ્સ સંજયભાઇ નથુભાઇ સાલાણી રહે. ઇન્દીરાનગર મોરબીવાળાને ફરાર દર્શાવી બંને આરોપીઓ વિરુધ્ધમાં પ્રોહીબીશન એકટ મુજબનો ગુન્હો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી કરવામા આવેલ છે.