મોરબી તાલુકાના જાંબુડીયા ગામે આવેલ નીલકોર બાર્થ સિરામિક પાછળ પાણીમાં ડૂબી જતાં યુવતીનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના જાંબુડીયા ગામે રહેતા લાખાભાઈ કાલુભાઈ ભરવાડીયાની ૨૬ વર્ષીય દિકરી કરીબેન નામની યુવતી જાંબુડીયા ગામે નીલકોર બાર્થ સિરામિક પાછળ કોઈ કારણસર પાણીમાં ડૂબી જતાં કરીબેન નામની યુવતીનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.








