નીંચી માંડલ ગામે કારખાનાની લેબર કોલોનીમાં બીજા માળેથી નીચે પટકાતાં યુવાનનું મોત
મોરબી તાલુકાના નીંચી માંડલ ગામની સીમમાં આવેલ સેગા સિરામિકની લેબર કોલોનીમાં બીજા માળેથી નીચે પટકાતાં યુવાનનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ મોરબી તાલુકાના નીંચી માંડલ ગામની સીમમાં આવેલ સેગા સિરામિકના લેબર કોલોનીમાં રહેતા લખનભાઈ પ્રતાપભાઈ રાવત ઉ.વ.૨૨ વાળો સેગા સિરામિકની લેબર કોલોનીમાં બીજા માળે પાળી ઉપર બેસેલ હોય જે દરમ્યાન અકસ્માતે નીચે જમીન પર પટકાતા શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામા આવેલ જ્યાં ચાલુ સારવાર દરમ્યાન યુવકનું મૃત્યુ નિપજ્યું હતું જેથી આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.