ટંકારામાં પ્લાસ્ટર કામ કરતી વખતે બે દિવાલ વચ્ચે દબાઈ જતા યુવકનું મોત
ટંકારા લતીપર હાઈવે રોડ ઉપર સાલીગ્રામ સિગ્નેટ કોમ્પલેક્ષ ગોકુલધામ ખાતે પ્લાસ્ટર કામ કરતી વખતે દિવાલ નમી જતા બંને દિવાલ વચ્ચે દબાઈ જતા ગંભીર ઈજાઓ પહોંચતા યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ ટંકારા ઇન્દ્રપ્રસ્થ -૩ ના ગ્રાઉન્ડ બહાર રહેતા લુઇસભાઈ સીરીલભાઈ વસુનીયા (ઉ.વ.૨૭) નામનો યુવક ટંકારા લતીપર હાઈવે રોડ ઉપર સાલીગ્રામ સિગ્નેટ કોમ્પલેક્ષ ગોકુલધામ ખાતે બે દિવાલ વચ્ચે પાલક પર ઉભા રહી પ્લાસ્ટર કામ કરતી વખતે દિવાલ નમી જતા બંને દિવાલ વચ્ચે દબાઈ જતા ગંભીર ઈજાઓ પહોંચતા યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે ટંકારા તાલુકા પોલીસે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.