મોરબીના માધાપર રોડ પર ખાડામાં ભાજપનો ઝંડો ખોડી શહેરીજનોનો અનોખો વિરોધ
મોરબી શહેરમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ સર્જાયો છે તેવામાં ગયકાલે શહેરમાં વરસાદ વરસતા શહેરના મોટાભાગના રસ્તા પર ચાલવું ખૂબ મુશ્કેલ બની ગયું છે ત્યારે મોરબીના માધાપર રોડ પર આવેલ જડેશ્વર મંદિર પાસે શહેરીજનોએ ખાડામાં ભાજપનો ઝંડો ખોડી અનોખો વિરોધ કર્યો હતો ખરાબા રોડ રસ્તાથી કંટાળી ગયેલા લોકોએ ભાજપનો ઝંડો ખોડી વિકાસની પોલ છતી કરી હતી.
મોરબી શહેરમાં ભાજપના નેતાઓ દ્વારા ભાજપ દ્વારા વિકાસ કરવામાં આવ્યો હોવાના કાર્યક્રમોમા બણગાં ફુંકતા હોય છે પરંતુ મોરબી શહેરમાં વિકાસ ક્યાંય સો સો ગવ સુધી જોવા મળતો નથી. આજે પણ શહેરીજનો પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે મોરબી મહાનગરપાલિકા બની પરંતુ હજું સુધી કોઈ પરિવર્તન આવ્યું નથી. મોરબી શહેરમાં શિયાળો, ઉનાળો, કે ચોમાસુ હોય બારે માસ રોડ રસ્તા બિસ્માર હાલતમાં જ જોવા મળે છે ત્યારે હવે તો લોકો ભાજપ અને ભાજપના વિકાસ થી કંટાળી ગયા હોય તેમ લાગી રહ્યું છે ત્યારે મોરબી શહેરમાં ગયકાલે વરસાદ પડતા જ રોડ રસ્તા પરથી અવરજવર કરવામાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તા પર કિચડ અને ખાડાઓને કારણે લોકોને રોડ પર વાહન ચલાવતા પણ ડર લાગી રહ્યો છે ત્યારે મોરબીના માધાપર રોડ પર આવેલ જડેશ્વર મંદિર પાસે એક મસમોટો ખાડો છે અને રોડ પર ચીકણી માટી જ માટી છે જેના કારણે ત્યાંથી પસાર થતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જેથી આ ખાડામાં ભાજપનો ઝંડો ખોડી અને શહેરીજનોએ ભાજપના વિકાસની પોલ ખુલ્લી કરી હતી