મોરબીના વાવડી રોડ પરથી વિદેશી દારૂની બે બોટલ સાથે એક ઈસમ ઝડપાયો
મોરબીના વાવડી રોડ પર આવેલ શ્રીજી પાર્ક શેરી નં -૦૩ ના નાકાં પાસે આવેલ સર્વીસ સ્ટેશન નજીકથી વિદેશી દારૂની બે બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના વાવડી રોડ પર આવેલ શ્રીજી પાર્ક શેરી નં -૦૩ ના નાકાં પાસે આવેલ સર્વીસ સ્ટેશન નજીક વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ -૦૨ કિં રૂ. ૧૩૭૨ નાં મુદામાલ સાથે આરોપી દશરથસિંહ ઉર્ફે દશુભા ઝાલા (ઉ.વ.૨૩) રહે. માધાપર શેરી નં -૨૨ મોરબીવાળાને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.