મોરબી તાલુકામાં કમોસમી વરસાદથી થયેલ પાક નુકસાનની સહાય આપવા સરપંચ એસો.ની માંગ
મોરબી તાલુકામાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાક નષ્ટ થયા છે ત્યારે કમોસમી વરસાદ થવાથી પાક નુકસાનની સહાય ચુકવવાની માંગ સાથે મોરબી તાલુકા સરપંચ એસોસિયેશન દ્વારા મોરબી જીલ્લા ખેતીવાડી અધિકારીને રજુઆત કરી માંગ કરી છે.
રજુઆતમાં જણાવ્યું હતું કે મોરબી તાલુકામાં તારીખ ૨૭ ઓક્ટોબર થી ૧ નવેમ્બર દરમિયાન મોરબી તાલુકામાં આવેલ વરસાદ ૮૦ એમ.એમ. થી વધુ વરસાદ નોંધાયેલ છે આ અતિશય વરસાદને કારણે પાક સંપૂર્ણ રીતે ધોવાઈ ગયેલ છે જેથી જગતનો તાત મુશ્કેલીમાં મુકાઈ ગયેલ છે મોરબી તાલુકાના ગામડામાં પાણી ખેતરોમાં ભરાઈ ગયેલ છે કાચા માર્ગને લીધે ગાડા માર્ગમાં કાદવ કિચડને લીધે અવર-જવર થાય એવા માર્ગ પણ રહ્યા નથી, કોઈપણ જાતના સર્વે વિના તાત્કાલિક પાક નુકસાનનું પેકેજ જાહેર કરવામાં આવે ખેડૂતનો લોન અને ધિરાણ પણ માફ કરવામાં આવે, તેમજ સર્વેની પ્રક્રિયા ઘણી લાંબી હોવાથી સરકારી આંકડાના આધારે તરત જ સહાયની જાહેરાત તેવી માંગ કરી છે.