હળવદના માથક ગામે સાસરીયા પક્ષના ત્રાસથી મહિલાએ જીંદગી ટુંકાવી; ફરીયાદ દાખલ
 
હળવદ તાલુકાના માથક ગામે પરણિતાને સાસરીયા પક્ષ દ્વારા શારીરિક અને માનસિક દુઃખ ત્રાસ આપતા હોવાથી પરણિતાએ મોતને વ્હાલું કર્યું હતું જેથી આ બનાવ અંગે મૃતકના ભાઈએ આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના મેરૂપર ગામે રહેતા ઇન્દ્રજીતભાઈ પથુભાઈ ખેર (ઉ.વ.૪૧) એ આરોપી અરજણભાઇ દેવુભા ચાવડા, ઉપેન્દ્ર અરજણભાઇ ચાવડા, ધનુબેન દેવુભા ચાવડા ઉપરોકત ત્રણેય રહેવાસી-માથક ગામ તાલુકો-હળવદ તથા વંસતબેન ઝાલાભાઇ ચાવડા હાલે રહેવાસી- હળવદ મુળ રહેવાસી-માથક ગામ તાલુકો-હળવદવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના બહેન નીતાબેન અરજણભાઇ ચાવડાને તેઓના લગ્ન બાદ થી શારીરીક અને માનસીક દુખ ત્રાસ આપી અને આરોપીઓએ ચડામણી કરી તથા માનસિક દુ:ખ ત્રાસ આપી ચારેય આરોપીઓએ મરણજનારને મરવા માટે દુષ્પ્રેરણ કરી મજબૂર કર્યા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સહિતા ૨૦૨૩ની કલમ-૧૦૮,૮૫,૫૪ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.