Tuesday, November 4, 2025

મોરબીના મકનસર ગામે ઇન્ડુઝ કંપનીના અલગ અલગ ટાવરોમાંથી બેટરી સેલની ચોરી 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી તાલુકાના મકનસર ગામની સીમમાં મકનસર પાંજરાપોળ અંદર લાગેલ ટાવર તથા અલગ અલગ જગ્યાએ લાગેલ ઇન્ડુઝ કંપનીના ટાવરોમાથી ૫૭ હજારના બેટરી સેલ કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબીના ગાયત્રીનગર વાવડી રોડ પર રહેતા અને પ્રાઈવેટ નોકરી કરતા રવિરાજસિંહ ઓમકારસિંહ જાડેજા (ઉ.વ.૩૨) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીની દેખરેખ હેઠળ આવેલ ઇન્ડુઝ કંપનીના અલગ-અલગ ટાવરોમાંથી જાહેરમા ખુલ્લામાથી અલગ એકસાઇડ તેમજ અમરરાજા કંપનીના બેટરી સેલ નંબર ૧૧૪ જે એક સેલ ની કીરૂ ૫૦૦ લેખે કુલ ૫૭૦૦૦/-ની કોઇ ચોર ઇસમ ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર