મોરબી જલારામ ધામ ખાતે યોજાયેલ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પમાં 201 દર્દીઓએ લાભ લીધો
અત્યાર સુધી ના ૫૦ કેમ્પમાં કુલ ૧૪૦૯૮ લોકોનુ વિનામુલ્યે સચોટ નિદાન થયું.
સમગ્ર ગુજરાતની નંબર ૧ આંખની હોસ્પીટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, શ્રી જલારામ ધામ-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ- મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીના ની ૪ તારીખે શહેર ના શ્રી જલારામ ધામ, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે યોજાઈ રહ્યો છે. જે અંતર્ગત તા.૪-૧૧-૨૦૨૫ મંગળવારના રોજ સવારે ૯ થી ૧૨ કલાક દરમિયાન વિનામુલ્યે કેમ્પ યોજાયો હતો.
જેમા ૨૦૨ દર્દીઓએ કેમ્પ નો લાભ લીધો હતો તે ઉપરાંત ૧૦૩ લોકો ના નિ:શુલ્ક નેત્રમણી ઓપરેશન કરવા માટે રાજકોટ રવાના કરવામાં આવ્યા હતા. શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ ના ડો.બળવંતભાઈ, ડો. અલ્કેશભાઈ ખેરડીયા, ડો.કાનજીભાઈ, ડો.સુદામા, હેમુભાઈ પરમાર, આદમભાઈ, નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખના દર્દીઓની તપાસ કરવામા આવી હતી તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનુ સારામા સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્ર મણી) સાથે વિનામુલ્યે ઓપરેશન કરવા મા આવ્યુ હતુ. ઓપરેશન માટે રાજકોટ જવા-આવવા ની વ્યવસ્થા તથા રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, ટીપા વગેરે સુવિધા વિનામુલ્યે સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવામા આવી રહી છે.
પ્રવર્તમાન માસ નો કેમ્પ નરેન્દ્રભાઈ ચીમનલાલ પુજારા પરિવાર ના સહયોગ થી યોજાયો હતો.
ઉલ્લેખનીય છે કે મોરબી જલારામ ધામ ખાતે ગત ૪૯ માસ દરમિયાન યોજાયેલ નેત્રમણી કેમ્પ મા કુલ ૧૩૮૯૭ લોકોએ લાભ લીધેલ છે તેમજ કુલ ૬૨૯૭ લોકો ના વિનામુલ્યે સફળ નેત્રમણી ઓપરેશન કરવા મા આવેલ છે ત્યારે પ્રવર્તમાન માસે યોજાયેલ કેમ્પ મા કુલ ૨૦૧ લોકોએ લાભ લીધો હતો તેમજ ૧૦૩ લોકો ના વિનામુલ્યે નેત્રમણી ઓપરેશન કરવા માટે રવાના કરવામાં આવ્યા હતા.
કેમ્પને સફળ બનાવવા ગીરીશભાઈ ઘેલાણી, ભાવીનભાઈ ઘેલાણી, અનિલભાઈ સોમૈયા, હરીશભાઈ રાજા, પ્રતાપભાઈ ચગ, હસુભાઈ પુજારા, જયેશભાઈ કંસારા, ચિરાગ રાચ્છ,અમિત પોપટ, નિર્મિતભાઈ કક્કડ, હીતેશ જાની, જયંતભાઈ રાઘુરા, સંજય હીરાણી, રમણીકલાલ ચંડીભમર, સી.ડી. રામાવત, નીરવભાઈ હાલાણી, પારસભાઈ ચગ, સંજય હીરાણી, કૌશલભાઈ જાની, મુકુંદભાઈ મીરાણી, નરેન્દ્રભાઈ પાઉ, કીશોરભાઈ ઘેલાણી, અશોકભાઈ જોશી, દીનેશભાઈ સોલંકી, નરશીભાઈ રાઠોડ તથા શ્રી જલારામ સેવા મંડળ, શ્રી જલારામ ધામ મહીલા મંડળ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ના આગેવાનો એ જહેમત ઉઠાવી હતી. દર મહીના ની ૪ તારીખે આ કેમ્પ યોજાશે. કેમ્પ નો લાભ લેવા માટે એડવાન્સ બુકીંગ ની કોઈ આવશ્યતા નથી. કેમ્પ મા તપાસ માટે દર્દી નુ આધાર કાર્ડ સાથે રાખવુ અનિવાર્ય છે. વધુ માહીતી માટે ગીરીશભાઈ ઘેલાણી-૯૮૨૫૦૮૨૪૬૮, નિર્મિતભાઈ કક્કડ-૯૯૯૮૮ ૮૦૫૮૮, હરીશભાઈ રાજા-૯૮૭૯૨ ૧૮૪૧૫, અનિલભાઈ સોમૈયા-૮૫૧૧૦૬ ૦૦૬૬ પર સંપર્ક કરવા સંસ્થાએ યાદીમા જણાવ્યુ છે.