સમાજમાં શિક્ષણનો વ્યાપ વધારવા, સંગઠનને મજબૂત બનાવવામાં અને સમાજની એકતા વધુ ગાઢ કરવા એ કાર્યક્રમનો મુખ્ય હેતુ છે.
આ કાર્યક્રમ દરમિયાન સમાજના આગેવાનો, ભાઇઓ, વિવિધ મંડળો તથા સંગઠનોના હોદેદારો એકત્ર થઈને સમાજના સર્વાંગી વિકાસ અંગે મહત્વપૂર્ણ ચર્ચા કરાશે. ખાસ કરીને સમાજમાં શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ માટેના ઉપાય, બોડીંગ ખાતે ચાલી રહેલી લાઇબ્રેરી તથા ટ્યુશન ક્લાસીસની પ્રવૃત્તિઓ, સમૂહલગ્ન આયોજન તથા સમાજ એકતાના પ્રયાસો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવશે.
આ સ્નેહ મિલન કાર્યક્રમ સમાજના સર્વાંગી વિકાસ માટે એક મહત્વપૂર્ણ પગથિયું સાબિત થશે. તથા તમામ કોળી સમાજના, આગેવાનો અને સભ્યોને કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા હાર્દિક આમંત્રણ આપવામાં આવે છે.
નોંધ: કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સૌ સાથે ભોજનનુ પણ આયોજન કરવામાં આવ્યું છે.
આ સ્નેહમિલન કાર્યક્રમ તારીખ: ૯ નવેમ્બર ૨૦૨૫ રવિવારના રોજ સાંજે ૫:૩૦ વાગ્યે સ્થળ શ્રી કોળી સમાજ વિદ્યાર્થી બોડીંગ, જીલ્લા સેવા સદન પાછળ, મોરબી–૨ ખાતે રાખેલ છે.
હળવદ શહેરમાં રહેતા યુવક હળવદ બસ સ્ટેન્ડમા અમદાવાદની બસની રાહ જોઈ ઉભા હોય ત્યારે યુવકને આરોપીઓના કૌટુંબિક ભાઇઓ સાથે અગાઉ ઝઘડો થયેલ હોય જેનો ખાર રાખી યુવકને તથા સાથીને ત્રણ શખ્સોએ લોખંડના પાઇપ વડે મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદ શહેરમાં આંબેડકરનગર...
ટંકારા તાલુકાના બંગાવડી ગામે રહેતા મહિલાને ત્યા આરોપીની બહેનો આવતી હોય જે આરોપીને ન ગમતું હોય તેમજ બંગાવડી ગામે મહિલાની જમીન આવેલ હોય જે જમીન મનદુઃખ કારણે આરોપીઓએ મહિલા તથા સાથીઓને જેમ ફાવે તેમ ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી...