હળવદના કવાડીયા ગામે સોલાર પ્લાન્ટમાંથી કેબલની ચોરી કરનાર તસ્કરોને પોલીસે ઝડપી પાડયા
હળવદ તાલુકાના કવાડીયા ગામની સીમમાં આવેલ સોલાર પ્લાન્ટમાંથી કેબલ વાયર ચોરીનો ભેદ હળવદ પોલીસ દ્વારા ઉકેલી નાખ્યો છે આ ગુનામાં પોલીસે કેબલ વાયર ચોરી કરનાર બે ઈસમોને ઝડપી પાડયા છે તેમજ ૨,૯૯,૪૫૫ રૂપિયાનો મુદ્દામાલ હળવદ પોલીસે જપ્ત કર્યો છે.
હળવદ તાલુકા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફના અનડિટેકટ ગુનાઓ ડિટેકટ કરવા પ્રયત્નશીલ હોય તે દરમ્યા મળેલ બાતમીના આધારે સુખપર ગામની સીમમાંથી બે ઇસમો સુલતાન ઉર્ફે કાનો ધીરૂભાઇ પ્રભુભાઇ દેકાવાડીયા તથા રવી ધનશ્યામભાઇ પ્રભુભાઇ દેકાવાડીયા બન્ને રહે ગામ દેવપર સુખપર તા.હળવદવાળાને હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કવાડીયા ગામની સીમમાં સોલાર પ્લાન્ટમાં ચોરીમાં ગયેલ ઇલેકટ્રીક કોપર કેબલ વાયરનુ કોપર ૪૬૦ કિલો ૭૦૦ ગ્રામ જેની કિ.રૂ ૨,૯૯,૪૫૫/- ના મુદામાલ સાથે પકડી આરોપીઓ વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.