હળવદ બાયપાસ નજીકથી વિદેશી દારૂની 456 બોટલો સાથે બે ઝડપાયાં
દારૂબંધી માત્ર નામની રહી છે ત્યારે હળવદ બાયપાસ ત્રણ રસ્તા નજીકથી વિદેશી દારૂની 456 બોટલો સાથે બે ઈસમોને હળવદ પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન હળવદ બાયપાસ ત્રણ રસ્તા પાસે જાહેરમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ-456 કિં રૂ. 65,424ના મુદ્દામાલ સાથે આરોપી ધનજીભાઇ રમેશભાઇ ઇટોદરા (ઉ.વ ૨૧) રહે. ગામ ટીકર રણ તા.હળવદ તથા રીતેશ દુલજીભાઇ વાંગરીયાભાઇ ભીલ (ઉ.વ ૨૪) રહે ગામ ખડલા ચાપડા ફળીયુ તા.કવાંટ જી છોટાઉદેપુરવાળાને ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.