શિક્ષણક્ષેત્રે મોરબીનો ગૌરવ વધારનાર દિનેશભાઇ વડસોલા રાજ્યના ઉપાધ્યક્ષ બન્યા
મોરબી જિલ્લાના રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘને ગૌરવ અનુભવે છે કે જિલ્લાના અધ્યક્ષ તરીકે સેવા આપતા દિનેશભાઇ વડસોલાને ગુજરાત રાજ્યના HTAT (Head Teacher Aptitude Test) આચાર્ય સંવર્ગમાં રાજ્ય ઉપાધ્યક્ષ તરીકેની મહત્વપૂર્ણ જવાબદારી સોંપાઈ છે. દિનેશભાઇ વડસોલાએ શિક્ષક તરીકે પોતાની સેવાઓ દરમિયાન શિક્ષણ ક્ષેત્રે સતત નવીનતા, નેતૃત્વ અને સંગઠનાત્મક કાર્યક્ષમતા દર્શાવી છે. તેમણે શિક્ષકોના હિત માટે અવિરત પ્રયત્નો કરીને જિલ્લા તેમજ રાજ્ય સ્તરે સંગઠનને મજબુત બનાવ્યું છે.રાજ્ય ઉપાધ્યક્ષ તરીકે દિનેશભાઇ વડસોલાની નિમણુંકથી HTAT આચાર્ય સંવર્ગમાં સંગઠનાત્મક શક્તિ અને માર્ગદર્શનમાં નવી ઉર્જાનો સંચાર થશે. મોરબી જિલ્લાના રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પરિવાર તેમજ મોરબી જિલ્લાના સૌ શિક્ષકો તરફથી તેમની આ સફળતા માટે હૃદયપૂર્વક અભિનંદન પાઠવેલ છે, અને તેમની નવી જવાબદારી માટે શુભેચ્છાઓ વ્યક્ત કરે છે.