દાદા ભગવાનની જન્મજયંતિ નિમિતે જોવા જેવી દુનિયા કાર્યક્રમમાં સેવા અર્પણ કરતા મોરબી જલારામ ધામના અગ્રણીઓ
મોરબી ખાતે દાદા ભગવાન ફાઉન્ડેશન દ્વારા પ.પૂ. દાદા ભગવાન ની ૧૧૮મી જન્મજયંતિ નિમિતે જોવા જેવી દુનિયા કાર્યક્રમ નું અલૌકીક આયોજન કરવામાં આવ્યુ છે. સમાજ ના ઉત્થાન તેમજ સુધારણા માટે આયોજીત આ કાર્યક્રમ માં મોરબી જલારામ ધામ ની ટીમ દ્વારા સેવા અર્પણ કરવામાં આવી હતી.
વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા મોરબી ના જલારામ ધામ દ્વારા હરહંમેશ સેવાકીય તેમજ સામાજીક પ્રવૃતિઓમાં સહયોગ અર્પણ કરવામાં આવે છે ત્યારે “જોવા જેવી દુનિયા” કાર્યક્રમ માં મોરબી જલારામ ધામ ના જયંતભાઈ રાઘુરા, પંકજભાઈ ચંડીભમર, ચિરાગભાઈ રાચ્છ, અનિલભાઈ ગોવાણી, પારસભાઈ ચગ, સંજયભાઈ હીરાણી સહીત ના અગ્રણીઓ દ્વારા ભોજન પ્રસાદ વિતરણ સહીતની વિવિધ સેવાઓ પ્રદાન કરવામાં આવી હતી.