મોરબી શહેરમાં આવેલ વોર્ડ નં -૦૨ માં આઇકોનિક રોડ ફાળવવા કમીશ્નરને રજુઆત
મોરબી શહેરમાં વોર્ડ નંબર- 2માં આવેલ લાઈન્સ નગર મુખ્ય માર્ગ તેમજ ગોર ખીજડીયા માર્ગ તરીકે ઓળખાય છે તે બને માર્ગો ને આઇકોનિક રોડ (Iconic Road) તરીકે ફાણવણી કરવા જાગૃત નાગરિક પ્રવીણકુમાર શુકલએ મોરબી મ્યુનિસિપલ કમિશ્નરને લેખીત રજુઆત કરી માંગ કરી છે
રજુઆતમાં જણાવ્યું હતું કે મોરબી શહેરના સૌંદર્યવર્ધન અને સુવિધાસભર માર્ગ વ્યવસ્થાને ધ્યાનમાં રાખી મોરબી શહેર વિસ્તારમાં વોર્ડ નંબર 2 માં આવેલ લાઈન્સનગર મુખ્ય માર્ગ તેમજ ગોર ખીજડીયા માર્ગ તરીકે ઓળખાય છે તે બને માર્ગો ને આઇકોનિક રોડ (Iconic Road) તરીકે ફાણવણી કરવામા આવે. તેમજ આ બંને માર્ગને આઇકોનિક રોડ તરીકે વિકસાવવાથી શહેરમાં પ્રવાસન વ્યવસાય તથા આ વિસ્તારના નાગરિકની સુવિધાઓમાં વધારો થશે તેમજ શહેરની ઓળખને એક નવો આયામ મળશે. તેથી આ વિસ્તાર ના રહીશ દ્વારા માંગ કરી છે કે મોરબી શહેરના આ વિસ્તારના બંને માર્ગને આઇકોનિક રોડ તરીકે જાહેર કરી જરૂરી આયોજન, બજેટ ફાળવણી અને કાર્યરત પ્રક્રિયા શરૂ કરાવા માંગ કરી છે.