હળવદના કવાડીયા ગામે થયેલ કેબલ ચોરીના ગુનામાં વધું સાત ઈસમોની ધરપકડ
હળવદ તાલુકાના કવાડીયા ગામની સીમમાં આવેલ સોલાર પ્લાન્ટમાં થયેલ કેબલ વાયર ચોરીના ગુનામાં વધુ સાત આરોપીઓ હળવદ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે.
હળવદ પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ કવાડીયા ગામની સીમમાં થયેલ કોપર કેબલ ચોરીના ગુનાના પકડવાના બાકી રહેલ આરોપીઓની તપાસમાં હતા દરમ્યાન વધુ સાત આરોપીઓ પ્રતાપભાઇ ઉર્ફે પી.ડી. દાનુભાઇ લોદરીયા રહે- ગામ સુખપર તા.હળવદ, વિજયભાઇ વિભા ભાઇ દેકાવાડીયા, સંજયભાઇ જગાભાઇ દેકાવાડીયા, કરણભાઇ બહાદુરભાઇ પંચાસરા, મુકેશભાઇ પ્રેમજીભાઇ અધારા, ચંદુભાઇ જગાભાઇ વડેચા, વિજયભાઇ ઉર્ફે હિતેશ પ્રેમજીભાઇ અધારા રહે બધા ગામ દેવપર સુખપર તા.હળવદવાળાની ધરપકડ કરી તેના વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.