માળીયાના વેજલપર ગામે જાહેરમા જુગાર રમતા 11 ઈસમો ઝડપાયા
માળીયા મીયાણા વિસ્તારના વેજલપર ગામમાથી બાતમીના આધારે જાહેરમા જુગાર રમતા ૧૧ ઇસમોને રોકડ રકમ રૂપિયા ૩૦૩૦૦ ના મુદ્દામાલ સાથે માળીયા મીયાણા પોલીસે ઝડપી પાડયા છે.
માળીયા મીંયાણા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન મળેલ બાતમીના આધારે વેજલપર ગામમાં આવેલ નવા પ્લોટમા કોળીવાસ શેરીમાં જાહેરમાં ગંજીપના વડે પૈસા વતી પૈસાની હારજીતનો જુગાર રમતા હોય જે જગ્યાએ સફળ રેઇડ કરી કુલ અગિયાર ઇસમો રાહુલભાઇ રામજીભાઈ ઝીંઝુવાડીયા, મનસુખભાઇ કારૂભાઇ ઝીંઝુવાડીયા, વીક્રમભાઇ સુંદરજીભાઇ સુરેલા, ગૌતમભાઇ રમેશભાઇ દેગામાં, હિતેશભાઇ ગોવીંદભાઇ સાંતલપરા, મનહરભાઇ ખોડાભાઇ દેગામાં, વિજયભાઇ ગીરધનભાઇ ઝીંઝુવાડીયા, વિનોદભાઇ લાલજીભાઇ ઝીંઝુવાડીયા, ધર્મેશભાઇ દશરથભાઈ ઝીંઝુવાડીયા, હીતેશભાઈ ગણપતભાઇ ઝીંઝુવાડીયા, ધનજીભાઇ નાનજીભાઇ ઝીંઝુવાડીયા રહે. બધા વેજલપર તા.માળીયા (મીં) વાળાને રોકડ રકમ રૂપિયા ૩૦૩૦૦/- સાથે પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.