Tuesday, November 11, 2025

મોરબીના લખધીરપુર રોડ પર ટ્રકમાંથી ડીઝલ ચોરી કરતી ટોળકીના બે સભ્યોને પોલીસે દબોચી લીધા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રોડના પાર્કીગ/કારખાના પાસે માલવાહક ટ્રક/ટેલર જેવા હેવી વાહનની ડિઝલ ટાંકી તોડી તેમાંથી ડીઝલ ચોરી કરતી ટોળકીનો પર્દાફાસ કરી ગુન્હામાં ઉપયોગ કરેલ કાર તથા સાધનો મળી કુલ કિ.રૂ.૩,૦૦,૪૫૦/- ના મુદામાલ સાથે બેઈસમોને મોરબી એલ.સી.બી./પેરોલફલો સ્કવોડ ટીમે ઝડપી પાડયા છે.

મોરબી લખધીરપુરરોડ ઉપર હોલીશ વિટ્રીફાઇડ કારખાના પાસે ફરીયાદી પોતાની ટ્રક ટ્રેલર નંબર- RJ14 GQ-4374 વાળી પાર્ક કરી ટ્રકની કેબીનમાં સુતેલ હતા ત્યારે કોઇ અજાણ્યા આરોપીઓએ ટ્રકની ડીઝલ ટાંકીના ઢાંકણાનો લોક તોડી ટાંકી માંથી આશરે ૧૪૦ લીટર જેટલુ ડીઝલ ચોરી કરી લઇ ગયેલ હોય જે ડીઝલ ચોરીનો ગુનો કરી આરોપીઓ નાશી ગયેલ હોય જે બાબતે, મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર થયેલ હોય

જેથી મોરબી એલ.સી.બી./પેરોલફર્લો સ્કોડની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ જેમાં પેટ્રોલીંગ દરમ્યાન બાતમી મળેલ કે આ ડીઝલ ચોરીનો ગુનો આચરનાર સ્વીફ્ટ ગાડી નંબર-GJ-03-HR-0581 વાળીનો ચાલક તથા તેની સાથે એક બીજો ઇસમ એમ બંનેએ આચરેલ હોવાની અને હાલે તેઓ બંન્ને મોરબી જુના ઘુંટુંરોડ ઉપર આવેલ સ્મશાન પાસે ગાડી સાથે ઉભેલ હોવાનીબાતમી મળેલ હોય જે આધારે તપાસ કરતા બાતમીવાળી જગ્યાએથી ગુન્હામાં ઉપયોગ કરેલ કાર તથા સાધનો મળી કુલ કિ.રૂ.૩,૦૦,૪૫૦/- ના મુદામાલ સાથે બે ઈસમો હરેશભાઇ વિનોદભાઇ ઉર્ફે વિનુભાઇ બાલસાણીયા (ઉ.વ.૨૧) રહેવાસી ગામ હળવદ ભવાનીનગર ઢોરો તા.હળવદ તથા જીજ્ઞેશભાઇ ઉર્ફે જુગો ભરતભાઇ ખેર (ઉ.વ.૨૬) રહેવાસી ગામ મેરૂપર દલવાડી વાસ તા. હળવદવાળાને હસ્તગત કરી મોરબી તાલુકા પોલીસને સોંપવામાં આવેલ છે તેમજ પુછપરછ કરતા અન્ય બે શખ્સો વિપુલ રેવર રહે.સોલડી તા.ધાંગ્રધા જી.સુરેન્દ્રનગર તથા અમીતભાઇ ઠાકોર રહે. કવાડીયા તા.હળવદ જી. મોરબીવાળાનુ નામ ખુલતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર