મોરબી માળિયા હાઈવે પર ક્રેટા કારમાંથી વિદેશી દારૂની 360 બોટલો ઝડપાઈ ; આરોપી ફરાર
મોરબી તાલુકાના બહાદુરગઢ ગામની સીમમાં મોરબી-માળીયા હાઇવે બહાદુરગઢના બસ સ્ટેન્ડ સામે હુન્ડાઇ ક્રેટા કારમાંથી ઇગ્લીશ દારૂ કિ.રૂ. ૪,૬૮,૦૦૦/- તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિ.રૂ. ૯,૬૮,૦૦૦/- નો મુદ્દામાલ મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.
મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન સર્વેલન્સ પોલીસ સ્ટાફને બાતમી મળેલ કે, એક સફેદ કલર ની હુન્ડાઇ ક્રેટા કાર નંબર GJ-07-DD -4555 વાળી ઇગ્લીશ દારૂ ભરી કચ્છ તરફ થી મોરબી તરફ નીકળનાર હોય જે મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ જઇ રેઇડ કરી ઇગ્લીશ દારૂની બોટલ નંગ -૩૬૦ કિ.રૂ. ૪,૬૮,૦૦૦/- તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિ.રૂ. ૯,૬૮,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા ફરાર દર્શાવી આરોપી ક્રેટા કારના માલિક વિરૂદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન એકટ હેઠળ ગુન્હો નોંધી કાર્યવાહી કરેલ છે.