S.I.R ની કામગીરીનો સમય વધારવા તથા B.L.O ની સહાયકોની નિમણૂક કરવા મુખ્ય ચુંટણી કમીશ્નરને રજુઆત
સરકારના ચુંટણી પંચ દ્વારા S.I.R ની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે જેમાં B.L.O ઘરે ઘરે જઈને એક વાર ગણતરી પત્રક પોહચાડે છે અને માહિતી મેળવે છે ત્યારે કાંતિલાલ ડી. બાવરવા દ્વારા રાજ્ય સરકારના મુખ્ય ચુંટણી કમીશ્નરને લેખિત રજુઆત કરી S.I.R ની કામગીરીનો સમય વધારવા તથા B.L.O ની સહાયકોની નિમણૂક કરવા માંગ કરી છે.
રજુઆતમાં જણાવ્યું હતું કે સરકારના ચુંટણી પંચ દ્વારા S.I.R. ની કમીગીરી ચાલી રહી છે. જેમાં B.L.O ઘરે ઘરે એક વાર ગણીતરી પત્રક પહોચાડો છે. બીજીવારે તે લેવા જવાના છે. આ કામગીરી માં એક બી.એલ.ઓ. દ્વારા નામ નહિ જણાવવા ની શરતે જણાવેલ છે કે અમો ને ૧૦૦% કામગીરી બતાવવાની ફરજ પાડવામાં આવે છે. જેથી અમો ઓન લાઈન ૧૦૦% કામગીરી બતાવી દઈએ છીએ પરંતુ હકીકત માં અમો ને ૧૦૦% લોકો મળતા નથી. અમો ખુબજ ટેન્સન માં છીએ.
આ ઉપરાંત આ કામગીરીમાં જે વિસ્તાર હમાં ઓછું ભણેલા લોકોનો વસવાટ છે. તેવા વિસ્તારમાં લોકો પોતાની વિગત પોતાની જાતે ભરી શકે તેમ નથી આવા કેઈસમાં B.L.O. દ્વારા જો આ વિગતો ભરવાની કામગીરી કરવામાં આવે તોજ આ કામગીરી સારી રીતે થવી શક્ય છે. તો આ માટે આપના દ્વારા નક્કી કરવામાં આવેલ સમય ગાળો પુરતો ન હોય તેવું અમારું માનવું છે. તો અમારી માંગણી છે. કે એક તો સમય ગાળો વધારવામાં આવે તેમજ B.L.O સાથે અન્ય સહાયક કર્મચારી ઓની નિમણુક કરવામાં આવે તો જ આ કામગીરી સાચી અને સારી રીતે થઇ શકશે. તેમજ ના મળતા મતદારો ના નામ ન્યુઝ પેપર માં છાપવામાં આવે જેથી લોકો પોતાનું નામ ક્યા છે. તે જાણી શકે .
તો અમારી માંગણી બાબતે યોગ્ય કરવા વિનતી, કારણ કે ૨૦૦૮ માં નવા થયેલા સીમાંકન ના કારણે આમાં ૨૦૦૨ ની મતદાર યાદી માં નામો ની ખરાઈ કરવામાં ઘણી મુશ્કેલીઓ પડી રહી છે. તો આ બાબતે યોગ્ય કરવા માંગ કરી છે.