હજારો કરોડનો મહા કૌભાંડી આરોપી કનૈયાલાલ દેત્રોજા પોલીસ પકડમાંથી ભાગ્યો કે ભગાડ્યો….?
સરકારના વર્ષ ૨૦૧૮ નો ગુજરાત જમીન વિકાસ બોર્ડ નો મેનેજિંગ ડિરેક્ટર અને હજારો કરોડનો કૌભાંડી અને મોરબી જમીન કૌભાંડનો આરોપી કનૈયાલાલ દેત્રોજા મોરબી-વડોદરા પોલીસ ની મીલી ભગત થી 90 દિવસે હાથમાં આવેલો આરોપી પોલીસ પકડ માંથી ભાગ્યો કે ભગાડ્યો..?
કનૈયાલાલ દેત્રોજા ઉપર ગુજરાત ACB અને ED એ ભ્રષ્ટાચાર માં વર્ષ ૨૦૧૮ માં ગુનો દાખલ કરેલ , ભાજપ સરકાર નું અત્યાર સુધીમાં મોટામાં મોટું કૌભાંડ છે
જેમાં હજારો કરોડ નું ભ્રષ્ટાચાર માં ૧૫૦ થી વધુ લોકો વિરુદ્ધ ગુનો દાખલ થયો હતો પરંતુ આ કનૈયાલાલ દેત્રોજા વિરુદ્ધ ACB એ આજ દિન સુધી ચાર્જશીટ બનાવી નથી જેમાં પણ ભ્રષ્ટાચાર કરી રાજ્યભર માં અનેક જગ્યાએ અન્ય ના નામે મિલકતો વસાવી છે
આ કનૈયાલાલ દેત્રોજા અને તેના સગાસંબંધી અને RDC બેંક મેનેજર દિલીપ વડાવિયા,ઉપેન્દ્ર કાસુન્દ્રા વગેરે મળી મોરબીના ખેડૂતની જમીન પચાવી પાડવા અને ખોટી અવેજ બેંકખાતા મા દેખાડવા બનાવટી સહીઓ કરી ચેકબુક મેળવી કરોડોના ટ્રાન્જેક્શન કર્યા હતા જેમાં ખેડૂતે મોરબી પોલીસમાં ફરિયાદ કરતા પોલીસ ફરિયાદ ન લેતા નામદાર કોર્ટમાં ફરિયાદ કરતા કોર્ટ દ્વારા ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરેલ,
જેમાં આરોપી નંબર (૨) વિશ્વાસ કનૈયાલાલ દેત્રોજાના UPSC વિદ્યાર્થી હોવાની વાતો રજૂ કરી જામીન મેળવી લીધા જેમાં કોર્ટે દ્વારા શરતો અધીન જમીન મંજૂર કરેલ કે મોરબી બહાર નહીં જવાનું પરતુ વડોદરા ની ગોરવા પોલીસ દ્વારા કનૈયાલાલ દેત્રોજાની વડોદરા ની હોટલ ઇન્ડિયન સુગર પીસ ખાતે થી ધરપકડ કરી તે વખતે તેનો દીકરો જે આગોતરા જમીન પર બહાર છે તે પણ હાજર હતો મોરબી પોલીસ તેના જામીન રદ કરવાની કાર્યવાહીના ગાણા ગાઈ રહી છે જે કરશે કે નહીં એના પર પણ મોટા સવાલો ઊભા થયા છે
વડોદરા ની ગોરવા પોલીસ આરોપી કનૈયાલાલ ની ધરપકડ ૧૨ :૩૫ વાગ્યે કરીને પોલીસ સ્ટેશન લઈ ગયા અને ત્યાંના ડી સ્ટાફના જમાદાર ધર્મેન્દ્રસિંહ દ્વારા મોરબી પોલીસ ને આરોપીનો કબજો લેવાં માટે ટેલિફોનીક જાણ કરી વર્ધી આપી હતી જેથી મોરબી પોલીસ ૩:૧૫ ના વર્ધી લઈ ને આરોપીનો કબજો લેવા મોરબી થી રવાની થઈ હતી
મોરબી પોલીસ વડોદરા પહોંચે તે પહેલા જ આરોપી કનૈયાલાલ દેત્રોજા ગોરવા પોલીસ સ્ટેશનમાંથી ભાગી ગયેલ જેથી પોલીસ ઉપર અનેક ગંભીર સવાલો ઉભા થયા આ આખા કાંડ થી મીડિયા જગતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા જેમાં પોલીસ ની ગોઠવણ કામ હોવાની ચર્ચા એ જોર પકડ્યું હાલ મોરબી પોલીસ ભીનુસંકેલવા ગોરવા પોલીસ સ્ટેશન ના CCTV તાપસી રહી હોવાનો ડોળ કરી રહી છે
નામદાર કોર્ટ દ્વારા બે વર્ષબાદ સમગ્ર સિદ્ધાંત પૂરવા, CCTV , RDC બેંકનું કાબુલનામું , FSL જેવા પૂરવા થી કોર્ટ દ્વારા ફરિયાદ દાખલ કરાઈ હોવા છતાં આજ દિન સુધી એક પણ આરોપી ની અટક કરી નથી જેમાં કોર્ટમાં આરોપી અને પોલીસ વેવાઈ વાટેલા હોય એવી રીતે જોવા મળતા ફરિયાદી એ તપાસ અધિકારી ની ભૂમિકા ઉપર સવાલ ઉઠાવ્યા હતા
હવે આ પોલીસ કાંડ થતા જ પોલીસ અન્ય આરોપીને ડોબરમેન ની જેમ શોધી રહી છે.મોરબી માં કિંમતી જમીન કૌભાંડની તપાસ મા પોલીસ ને મોતિયો આવી જાય છે એવી લોક ચર્ચા ચાલી રહી છે.