માળીયાના રોહિશાળા ગામે સગીરાએ ઝેરી દવા ગટગટાવી
માળીયા મીયાણા તાલુકાના રોહિશાળા ગામની સીમમાં રાજેશભાઈ છગનભાઇની વાડીએ રહેતી સગીરાએ ઝેરી દવા પી જતા સગીરાનું મોંત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મૂળ છોટાઉદેપુર જિલ્લાના વતની અને હાલ માળિયા તાલુકાના રોહિશાળા ગામની સીમમાં રાજેશભાઈ છગનભાઇની વાડી રહેતા જેન્તીભાઇ નાયકની ૧૬ વર્ષની સગીર વયની દિકરી વાણસીબેને કોઈ કારણસર પોતાના રહેણાંક વાળી જગ્યાએ ઝેરી દવા પી લેતા પ્રથમ સારવાર જેતપર બાદ વધુ સારવાર અર્થે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા ચાલુ સારવાર દરમ્યાન સગીરાનું મોંત નિપજ્યું હતું. આ બનાવ અંગે માળિયા પોલીસે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.