હળવદના સુસવાવ ગામે નર્મદા કેનાલમાં રાખેલ 06 ઇલેક્ટ્રિક મોટરની ચોરી
હળવદ તાલુકાના સુસવાવ ગામની ગોરાસરી નામે ઓળખાતી સિમમા ધાંગધ્રા બ્રાન્ચ નર્મદા કેનાલમાં રાખેલ ખેડૂતોની ૦૬ ઈલેક્ટ્રીક મોટર કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ઇશ્વરનગર ગામે રહેતા લાલજીભાઈ પ્રેમજીભાઈ માકાસણા (ઉ.વ.૫૫) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી તથા અન્ય ખેડુતની સુસવાવ ગામની સીમમા આવેલ કેનાલમાં રાખેલ અલગ અલગ હોર્સ પાવરની ઇલેક્ટ્રીક મોટરો (દેડકા) નંગ કુલ-૦૬ જેની કુલ કિ.રૂ ૧,૧૫,૦૦૦/- જેટલાની કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.