મોરબીમાં વ્યાજખોરોએ પઠાણી ઉઘરાણી કરી વેપારીને આપી જાનથી મારી નાંખવાની ધમકી
મોરબી શહેરમાં વ્યાજખોરો કોઈનાથી પણ બીતા નથી કોઈ વ્યક્તિ મરે કે જીવે વ્યાજખોરોને બસ તેના રૂપિયાથી મતલબ હોય છે ત્યારે મોરબીના એક વેપારીના ભાઈ આરોપી પાસેથી ૩૦ ટકા વ્યાજે ત્રણ લાખ લિધા હોય જેનુ નવ લાખ જેટલું વ્યાજ આપેલ તેમ છતા વેપારીએ આરોપીને ત્રણ લાખ પાંચ ટકા વ્યાજે ચૂકવી આપવાની વતા કરેલ તેની અવેજમાં વેપારીના ભાઈએ ચેક આપેલ હોય અને વેપારીએ વ્યાજની રકમ સમયસર ન આપતા આરોપીએ વેપારીને અલગ અલગ જગ્યાએ બોલાવી ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી શહેરમાં આવેલ નિતિન પાર્ક સોસાયટી બ્લોક નં -૧૫/એ માં રહેતા અને વેપાર કરતા ચેતનભાઈ કાંતિલાલ થોરિયા (ઉ.વ.૩૫) એ આરોપી ટીનાભાઈ ઉર્ફે વરૂણભાઈ જીવણભાઈ જીલરીયા રહે. શનાળા મોરબી તથા ભાવેશભાઈ રબારી રહે. બન્ને મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના ભાઇએ આરોપી ટીનાભાઈ પાસેથી આજથી આશરે દોઢેક વર્ષ પહેલા ત્રણ લાખ રૂપીયા ૩૦ % ના દરે વ્યાજવા લીધેલ અને નવ લાખ જેટલુ વ્યાજ આપેલ ત્યારબાદ ફરીયાદીના ભાઇએ આરોપી પાસેથી ઉચા વ્યાજે લીધેલ અને ફરીયાદીના ભાઇએ આરોપીને ૩૦% લેખે દર માસે ૯૦,૦૦૦/- વ્યાજના આપેલા તેમ છતા ફરીયાદીએ આરોપી પાસેથી ત્રણ લાખના પાચ ટકાના વ્યાજ ચુકવી આપવાની વાત કરેલ અને તેની અવેજીમા ફરીયાદીના ભાઇએ તેના બેન્કનો ચેક રૂ.૩,૫૦,૦૦૦/- નો લખી આપેલ હોય અને ફરીયાદીએ આરોપીને વ્યાજની રકમ સમય સર નહી આપતા આરોપીએ ફરીયાદીને અલગ અલગ જગ્યાએ બોલાવી ગાળો આપેલ અને બન્ને આરોપીઓ ફરીયાદીના ઘર પાસે જઇ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ બી.એન.એસ. કલમ ૩૫૧(૩), ૩૫૨, ૫૪ તથા મનીલેન્ડર્સ એકટ – ૨૦૧૧ ની કલમ – ૪૦,૪૨ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
