મોરબીના ભડીયાદ કાંટા નજીક નજીવી બાબતે યુવક પર એક શખ્સનો પથ્થર વડે હુમલો
મોરબીના સામાકાંઠે આવેલ ભડીયાદ કાંટા નજીક સરકારી શાળા સામે રીક્ષા સ્ટેન્ડ પર યુવક પોતાની સિ.એન.જી. રીક્ષા લઇને ઉભો હોય ત્યારે આરોપીએ યુવકને પોતાની રીક્ષા અહિથી લઈ લેવા કહેતા યુવકે રીક્ષા ન લેતા આરોપીએ રીક્ષામાં પથ્થર વડે નુકસાન કરી યુવકને મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના ભડીયાદ ગામે રહેતા મુળજીભાઈ શામજીભાઈ વઘોરા (ઉ.વ.૪૨) એ આરોપી પ્રભુ ઉર્ફે ઉદય કોળી રહે. મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી ભડીયાદ કાંટા નજીક સરકારી શાળા સામે રીક્ષા સ્ટેન્ડ પર પોતાની રીક્ષા નં.GJ-03- AX- 9710લઇને ઉભા હતા તે દરમ્યાન આરોપીએ ફરીયાદીને પોતાની રીક્ષા અહિથી લઇ લેવાનુ કહેતા ફરીયાદીએ પોતાની રીક્ષા ના લેતા આરોપી એકદમ ઉશ્કેરાઇ જઇને ફરીયાદીને જ્ઞાતી પ્રત્યે અપમાનીત કરીને ફરીયાદીની રીક્ષા પર પથ્થર મારીને રીક્ષાના કાચ તોડી નાખેલ આ દરમ્યાન ફરીયાદી આરોપી પાસે જતા આરોપીએ બીજો પથ્થર ફરીયાદીને મારતા ફરીયાદીને જમણા હાથના કાંડામા ફેકચર જેવી ગંભીર ઇજા કરી તેમજ ઝપા ઝપી કરી ફરીયાદીને નીચે પાડી દઇ જમણા પગે તેમજ જમણા હાથે મુઢ ઇજા કરી ભુડા બોલી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.