મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે ટાવરમાંથી કેબલ વાયરની ચોરી કરનાર બેલડી ઝડપાઇ
મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામ પાસે આવેલ મોબાઇલ ટાવરમાંથી કોપરના કેબલ વાયરની ચોરી કરનાર બે ઇસમો ને કોપર વાયર તેમજ એક ઇકો ગાડી કુલ ૧,૧૫,૦૦૦/- મુદામાલ સાથે મોરબી તાલુકા પોલીસ ટીમે ઝડપી પાડયા છે.
કોઇ અજાણ્યા ચોર ઇસમો મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામ પાસે આવેલ મોબાઇલ માંથી નાની-મોટી સાઈઝ ના કોપર કેબલ આશરે રૂપિયા ૩૦,૦૦૦/- ની ચોરી કરી લઇ જતા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલ હતો.
તે દરમ્યાન મોરબી તાલુકા પોલીસના સર્વેલન્સ સ્ટાફને ખાનગી રાહે બાતમી મળેલ કે આ મોબાઇલ ટાવરના કેબલ ચોરીના ગુન્હને અંજામ આપનાર ઇસમો / આરોપીઓ ચોરી કરેલ કોપર કેબલ વાયર લઇ એક ઇકો ગાડીમાં ધરમપુર થી મોરબી તરફ આવનાર છે જે બાતમીના આધારે ધરમપુર ગામના સ્મશાન પાસે વોંચ ગોઠવી એક શંકાસ્પદ ઇકો કાર નીકળતા ચેક કરતા જેમાં આ ગુન્હામાં ચોરી માં ગયેલ કોપર કેબલ વાયર મળી આવતા બે ઇસમો કાટીયાભાઇ નરશીભાઈ દેવીપુજક (ઉવ-૩૨) રહે. કંકાવટી તા.ધ્રાંગધ્રા જી.સુરેન્દ્રનગર તથા દીલીપભાઇ પોપટભાઇ દેવીપુજક (ઉવ-૩૫) રહે.વાલબાઈ ની જગ્યા પાસે ધ્રાંગધ્રા જી.સુરેન્દ્રનગરવાળાને ૩૦ કિલોગ્રામ કોપર વાયર તેમજ એક ઇકો ગાડી રજીસ્ટર નંબર GJ-03-DN-2551 પકડી અનડીટેકટ કેબલચોરી નો ગુનો ડીટેકટ કરવામાં આવેલ છે.