મોરબીના ભડીયાદ કાંટા પાસે યુવક પર ચાર શખ્સોનો છરી વડે હુમલો
મોરબી શહેરમાં સામાકાંઠે આવેલ ભડીયાદ રોડ પર આવેલ જવાહર સોસાયટીમાં યુવકના પગ પાસે આરોપીએ પોતાની કારની બ્રેક મારતા યુવક આરોપીને બોલતા આરોપીઓએ યુવકને ગાળો આપી લોખંડના પાઇપ વડે તથા છરી વડે ઇજા પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની સિટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મૂળ મોરબી તાલુકાના ખાખરાળા ગામના વતની અને હાલ મોરબીના ભડીયાદ કાંટા પાસે જવાહર સોસાયટીમાં શેરી નં -૦૬ માં રહેતા મહેશભાઇ દેવજીભાઈ વણોલ (ઉ.વ.૨૩) એ આરોપી ધ્રુવભાઈ દામજીભાઈ મકવાણા તથા દામજીભાઈ, અજય, મહેશ રહે. બધા ભડીયાદ મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપી ધ્રુવભાઈ એ તેની સફેદ કલરની વરના કાર ચલાવી ફરીયાદીના પગ પાસે બ્રેક મારતા ફરીયાદીએ આરોપીને બોલતા આરોપીઓએ ફરીયાદીને ગાળો આપી તેના સાથીને બોલવતા આરોપીઓએ ફરીયાદીને લોખંડના પાઇપ, લાકડાના ધોકા વડે તથા છરી વડે ઇજા પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.