મોરબી શહેર-૦૧ પેટા વિભાગ હેઠળ આવતા વિસ્તારોમાં આવતીકાલે વીજ કાપ
આવતીકાલ તારીખ ૨૫-૧૧-૨૦૨૫ ને મંગળવાર ના રોજ ૬૬ કેવી વજેપર સબ સ્ટેશનમાં મેન્ટેનન્સની કામગીરી કરવાની હોઇ PGVCL ના મોરબી શહેર-૧ પેટા વિભાગ હેઠળ આવતો ૧૧ કેવી રાજનગર ફીડર સવારે ૦૮:૦૦ થી સવારના ૧૧:૩૦ વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે.
જેમાં રાજનગર સોસાયટી, ધર્મસિદ્ધી સોસાયટી, ધર્મ ભૂમિ સોસાયટી, શ્રીમદ રાજ સોસાયટી, નિત્યાનંદ સોસાયટી, નાની કેનાલ વાળો રોડ, પંચાસર રોડ પર આવેલ પંપિંગ હાઉસ, સતવારા એસ્ટેટ વાળો વિસ્તાર, નવા મુનનગર વિસ્તાર, સત્યમ હોલ, મુનનગર ચોકની આજુબાજુનો વિસ્તાર, લાતી પ્લોટ- ૩,૪,૫,૬ નો અમુક વિસ્તાર, મફતિયાપરા વિસ્તાર, ટેલીફોન એક્સચેન્જ વાળો વિસ્તાર, વગેરે વિસ્તારમાં પાવર સપ્લાય બંધ રહેશે.