Monday, November 24, 2025

મોરબીના રંગપર ગામે કંપનીની ઓરડીમાં ગેસ લીકેજથી આગ લાગતાં સગીર સહિત પાંચ શ્રમીક દાઝ્યા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી તાલુકાના રંગપર ગામે આવેલ રેબન સીરામીક નામની કંપનીમા ઓરડીમા ગેસ લીકેઝ થવા બાદ શ્રમીક દીવાસળી પેટાવતા સગીર સહીત પાંચ લોકો દાઝી ગયા હોવાનુ સામે આવ્યું છે જેમાં દાઝી ગયેલા શ્રમીકોને સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પીટ ખાતે ખસેડવામા આવ્યા હતા.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના રંગપર ગામે જેતપર રોડ પર આવેલી રેબન સીરામીક નામની કંપનીમા ગઇકાલે સાંજનાં સમયે ઓરડીમા ગેસ લીકેજથી ઓરડીમા ગેસ ફેલાયો હતો. ત્યારબાદ શ્રમીકોએ જાગીને દીવાસળી પેટાવતા જ ભડકો થયો હતો અને એક સગીર સહીત કુલ પાંચ શ્રમીકો દાઝી ગયા હતા.

જેમાં ઇતવાડી બંગાલી (ઉં.વ. ૨૨), સુરજ બકસી (ઉ.વ. ૨૫), અમન બકસી (ઉ.વ. ૨૩), વિનય બકસી (ઉં.વ. ૧૭) શીવા ભરત (ઉં.વ. ૨૩ ) સહિત પાંચ શ્રમીકો દાઝી ગયા હતા જેમને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પીટલે આવેલા બર્ન્સ વિભાગમા ખસેડાયા હતા, ત્યા જાણવા મળ્યુ હતુ કે પાંચેય શ્રમીકો મુળ રાજસ્થાનની વતની છે અને છેલ્લા એકાદ વર્ષથી આ કંપનીમા આવેલી ઓરડીમાં રહી ટાઇલ્સ બનાવવાનુ કામ કરે છે. શ્રમીકોએ જણાવ્યુ હતુ કે તેઓ બધા સુતા હતા ત્યારે ઓરડીમા ગેસ લીકેજ થયો હતો જેને કારણે ગેસ સમગ્ર ઓરડીમા ફેલાઇ ગયો હતો અને જાગીને એક શ્રમીકે દીવાસળી પેટાવતા ભડકો થયો હતો અને આગમા પાંચેષ શ્રમીકો મોઢા પર અને શરીરે ગંભીર રીતે દાઝયા હતા . હાલ તમામ શ્રમીકો રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું જાણવા મળી રહ્યું છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર