મોરબીમા આધેડે મુદલ તથા વ્યાજ ચુકવ્યા છતાં વ્યાજખોરોએ કરી ઉઘરાણી ; બે શખ્સો વિરુદ્ધ ફરીયાદ
મોરબી જીલ્લામાં વ્યાજખોરો ગામે તે કરે જાણે તેને ખૂલ્લી છુટ હોય તેમ વ્યાજની ઉઘરાણી કરી રહ્યા છે ત્યારે મોરબીના મૂળ ધરમપુર ગામના વતની અને હાલ મોરબીમાં રહેતા આધેડે હોસ્પિટલના કામથી આરોપીઓ પાસેથી વ્યાજે રૂપિયા લીધેલ હોય જે મુદલ સહિત વ્યાજ ચૂકવી દિધેલ હોવા છતાં આરોપીઓએ વ્યાજની પઠાણી ઉઘરાણી કરી ગાળો આપી ધમકીઓ આપી હોવાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મૂળ મોરબી તાલુકાના ધરમપુર ગામના વતની અને હાલ ન્યુ ચંદ્રેશનગર શેરી નં -૦૫ માં ભાડેથી રહેતા અરવિંદભાઈ દેવશીભાઇ માકાસણા (ઉ.વ.૪૮) એ આરોપી મનીષભાઇ બાલુભાઇ સુરાણી રહે ગામ ધરમપુર તા.જિ મોરબી, આનંદભાઇ કિશોરભાઇ ધ્રાગા રહે નાગડાવાસ તા.જિ મોરબીવાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીને હોસ્પીટલના કામ સબબ રૂપિયાની જરૂર હોય જેથી આરોપી મનીષભાઇ પાસેથી ૧૦ ટકા લેખે રૂ.૩૦,૦૦૦/- લીધેલ હોય અને મુદલ તથા વ્યાજ એમ કુલ રૂ.૩,૦૦,૦૦૦/- આરોપીને ચુકવી દિધેલ હોય તેમજ આરોપી આનંદભાઇ કિશોરભાઇ ધ્રાગા વાળા પાસેથી ૧૦ ટકા લેખે રૂ.૨,૦૦,૦૦૦/- લીધેલ હોય અને મુદલ તથા વ્યાજ એમ કુલ રૂ ૪,૦૦,૦૦૦/- ચુકવી આપેલ હોય તેમ છતા બન્ને આરોપીઓએ ફરીયાદીને ફોનમા તથા રૂબરૂમા આવી રૂપિયાની બળજબરીથી રૂપીયાની ઉઘરાણી કરી ધાક ધમકી આપી ગાળો આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ બી.એન.એસ કલમ ૩૦૮(૨), ૩૫૨, ૩૫૧(૨) તથા નાણા ધીરધાર અધિનિયમ ૨૦૧૧ ની કલમ ૫,૩૩(૩), ૪૦,૪૨ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.