હળવદમાં અપહરણના ગુનામાં છેલ્લા 15 વર્ષથી નાસતો ફરતો ઇસમને દબોચી લેતી મોરબી AHTU ટીમ
હળવદ પોલીસ સ્ટેશનના અપહરણના ગુનાના છેલ્લા ૧૫ વર્ષથી નાસતા ફરતા આરોપીને મોરબીના જુની પીપળી ખાતેથી મોરબી AHTU ટીમે ઝડપી પાડયો છે.
મોરબી AHTU ટીમને ખાનગી રાહે બાતમી મળેલ કે, હળવદ પોલીસ સ્ટેશનના અપહરણના ગુન્હાનો આરોપી તથા ભોગ બનનાર હાલે જુની પિપળી ગામે રહેતા હોવાની બાતમી મળેલ હોય જે બાતમીના આધારે મોરબી AHTU ટીમ દ્વારા તપાસ કરતા આરોપી બળદેવભાઇ લાભુભાઇ રાજપરા રહે.જુની પીપળી તા.જી.મોરબી, મુળ રહે.ગોલાસણ તા.હળવદ જી.મોરબીવાળો ફરીયાદીની સગીર વયની દિકરીને અપહરણ કરી ભગાડી ગયેલ હોય જે આરોપી બળદેવભાઇ લાભુભાઇ રાજપરા જુની પિપળી વાળાને તથા ભોગ બનનાર બંનેને હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે હળવદ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.