માળીયાના નાના દહીસરા ગામના ફાટક નજીક ટેન્કરમાથી ડીઝલ ચોરી કરતા એક ઝડપાયો; 36.65 લાખનો મુદ્દામાલ જપ્ત
માળીયા મીયાણા તાલુકાના મોરબી નવલખી હાઈવે રોડ પાસે નાના દહીસરા ગામના ફાટક નજીક ખૂલ્લા પ્લોટમાં ડીઝલ ચોરી કરતા ઈસમને કુલ. રૂ. ૩૬,૬૫,૬૦૦ નાં મુદામાલ સાથે માળીયા મીયાણા પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક શખ્સનું નામ ખુલતા પોલીસે તેને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.
માળીયા મીયાણા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને બાતમી મળેલ કે, માળીયા મીંયાણા તાલુકાના મોરબી- નવલખી રોડ પાસે નાના દહીસરા ગામના ફાટક પાસે આવતા રોડની બાજુમા ખુલ્લા પ્લોટમા અમુક ઇસમો ટેન્કરમાંથી ડિઝલ ચોરી કરતા હોવાની બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ સફળ રેઇડ કરી તે જગ્યાએથી અલગ અલગ બેરલામા રહેલ ડિઝલ લીટર ૬૦૦ તથા એક ટેન્કર જેના રજીસ્ટર નં& GJ-36-T-7536 તથા ટેન્કરમાં ભરેલ ૨૩૬૦૦ લીટર મળી કુલ મુદામાલ કિ. રૂ.૩૬,૬૫,૬૦૦/- સાથે એક ઇસમ ઇમ્તીયાઝભાઇ સુલેમાનભાઇ ગજીયા જાતે વાઘેર રહે. જામમગરવાળાને પકડી પાડી પુછપરછ કરતા અન્ય એક શખ્સ હરદેવભાઇ રાણાભાઈ છૈયા રહે. જશાપર તા માળીયા (મીં) વાળાનું નામ ખુલતા પોલીસે તેને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે તેમજ બંને ઈસમો વિરૂદ્ધ માળિયા મીયાણા પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.