મોરબીના ઘુંટુ ગામ નજીકથી દારૂ/બીયરનો જથ્થો ઝડપાયો; આરોપી ફરાર
મોરબી તાલુકાના ઘુંટુ ગામ તરફ રામનગર સોસાયટી અંદર બાવળની કાંટ પાસેથી વિદેશી દારૂ/ બીયર મળી કુલ કિં રૂ. ૧,૦૨,૪૮૦ નોં મુદ્દામાલ મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના ઘુંટુ ગામ તરફ રામનગર સોસાયટી અંદર બાવળની કાંટ પાસેથી વિદેશી દારૂની બોટલ નંગ -૧૫૬ કિં રૂ. ૯૭,૨૦૦ તથા બિયર ટીન નંગ -૨૪ કિં રૂ. ૫,૨૮૦ મળી કુલ કિં. રૂ. ૧,૦૨,૪૮૦ નોં મુદ્દામાલ મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી જૈનિશગીરી સંદિપગીરી ગૌસ્વામી રહે. રામકો વિલેઝ મોરબીવાળો સ્થળ પરથી નાસી છુટતા પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.