Thursday, November 27, 2025

હળવદના ચાડધ્રા ગામે સરપંચની ચુંટણીનો ખાર રાખી પિતા પુત્ર પર પાંચ શખ્સોનો છરી વડે હુમલો 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હળવદ તાલુકાના ચાડધ્રા ગામે આધેડે સરપંચની ચુંટણીમાં આરોપીઓના પક્ષને વોટ ન આપેલ હોવાનો ખાર રાખી આધેડ તથા તેના પુત્ર સાથે બોલાચાલી કરી લાકડાના ધોકા વડે મારમારી તથા આધેડના પુત્રને છરી વડે ઇજા કરી પિતા પુત્રને જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ચાડધ્રા ગામે રહેતા દોલતભાઈ હરીસંગભાઈ ટાપરીયા (ઉ.વ.૫૯) એ આરોપી બટુકભાઇ કશુભાઇ ટાપરીયા, મહેશભાઇ બટુકભાઇ ટાપરીયા, ઘનશ્યામદાન અંબાદાન ટાપરીયા, જશકરણભાઇ બટુકભાઇ ટાપરીયા ઉપરોકત ચારેય રહેવાસી-ચાડધ્રા ગામ તાલુકો-હળવદ તથા રવિદાન વિષ્ણુદાન હાલે રહેવાસી-ચાડધ્રા ગામ તાલુકો-હળવદ મૂળ રહે. જામનગર વાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીઓએ સરપંચની ચુંટણીમાં તેમના પક્ષે વોટ નહીં આપ્યાનો ખાર રાખી ફરીયાદી તથા ફરીયાદીના દિકરા રવિદાન દોલતભાઈ સાથે બોલાચાલી ઝગડો કરી આરોપીઓએ લાકડાના ધોકા વડે ફરીયાદીને મારમારી તથા ફરીયાદીના દિકરાને છરી વડે ઇજા પહોંચાડી ફરીયાદી તથા તેના પુત્રને જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહીતા સને-૨૦૨૩ ની કલમ-૧૧૫(૨), ૧૧૮(૧), ૫૪, ૩૫૧(૩) તથા જી.પી. એકટ કલમ-૧૩૫ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર