Friday, November 28, 2025

હળવદ કેદારીયા ગામે વ્યાજખોરોથી કંટાળી એક વ્યક્તિએ ઝેરી દવા ગટગટાવી: દશ શખ્સો વિરુદ્ધ ગુન્હો દાખલ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હળવદના સરા રોડ પર રહેતા મહિલાના પતિએ આરોપીઓ પાસેથી લીધેલ જમીનનિ બધા રૂપિયા ચુકવી આપવા લીધેલ જમીનનો દસ્તાવેજ ન કરી આપી તથા વધારે રૂપિયાની માંગણી તથા અન્ય આરોપીઓએ પાસેથી વ્યાજે લીધેલ રૂપિયા ચુકવી આપવા છતા વધારા રૂપિયાની ઉઘરાણી કરી તથા વેપાર ધંધાના બાકી રૂપિયા બાબતે આરોપીઓએ ઉઘરાણી કરી મહિલાનિ પતિને ધમકીઓ મારી માનસિક ત્રાસ આપતા હોય જેથી કંટાળી જઈ મહિલાના પતિએ ઝેરી દવા પી આપઘાત કરી લેતા દશ શખ્સો વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મૂળ મોરબી તાલુકાના પીપળીયા ગામનાં વતની અને હાલ હળવદના સરા રોડ પર આવેલ ઉમા સોસાયટીમાં રહેતા હંસાબેન નવનીતભાઈ આદ્રોજા (ઉ.વ.૪૫) એ આરોપીશરદભાઇ વાલજી પટેલ તથા સુરેશભાઇ વાલજી ભાઇ પટેલ રહે.બંન્ને હળવદ, મોરબી, ભરતભાઇ ગાંડુભાઇ ભટ્ટાસણા રહે.મોરબી, અનિલભાઇ મંગલ રહે. સેંધવા ગામ, મધ્ય પ્રદેશ, ગજાનનભાઇ જોષી રહે રાધનપુર, સૌરભ રાઠી“રાઠી એંન્ટરપ્રાઇઝ” વાળા, ગીરીશભાઇ મહેશ્વરી (સૌરભ રાઠીના બનેવી), ઘેટીદાદા (ગજાનનભાઇનો માણસ), જગદીશભાઇ (મહાદેવ કેન્વાસીંગ વાળા), રામજીભાઇ (રામનીવાસ એન્ડ કુ. વાળા ) તથા તપાસમાં મળી આવે તે તમામ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના પતિને આરોપી શરદભાઈ તથા સુરેશભાઈ પાસેથી લીધેલ જમીનના બધા રૂપીયા ચુકવી આપવા છતા લીધેલ જમીનનો દસ્તાવેજ ન કરી આપી તથા વધારે એક કરોડ રૂપીયાની માંગણી કરી તથા આરોપી ભરતભાઈ પાસેથી ઉચા વ્યાજે લીધેલ રૂપીયા ની ચુકવણી કરી આપવા છતા વધારે રૂપીયાની ઉઘરાણી કરી તથા આરોપી અનિલભાઈ અને ગજાનનભાઈ એમ બંન્ને વેપાર ધંધાના બાકી રૂપીયા ની ઉઘરાણી કરવા સારૂ ધમકી આપી તથા આરોપી સૌરભ તથા ગીરીશભાઈએ વેપાર ધંધાના બાકી રૂપીયા બાબતે તેઓ બન્ને તથા આરોપી ગજાનનભાઈ તથા ઘેટીદાદા એમ ચારેય આરોપીઓએ ધમકી આપી તથા આરોપી જગદીશભાઇ તથા રામજીભાઈએ વેપાર ધંધાના બાકી રૂપીયા બાબતે ઉઘરાણી કરી તમામ આરોપીઓ ફરીયાદીના પતિનેને માનસીક ત્રાસ આપતા હોય જેથી આરોપીઓના માનસીક દુખ ત્રાસથી કંટાળી જઇ ફરીયાદીના પતિએ નવનીતભાઈએ કોઇપણ ઝેરી દવા પી આપઘાત કરી લેતાં ફરીયાદીના પતિનું મોત નિપજ્યું હતું. જેથી મૃતકના પત્નીએ તમામ આરોપીઓ વિરુદ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સહિતા ૨૦૨૩ની કલમ ૧૦૮,૫૪,૩૦૮(૨) તથા ધી ગુજરાત મનીલેંડર્સ એક્ટ ૨૦૧૧ ની કલમ૪૦,૪૨(ક) મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર