SIR ની કામગીરીમાં લોકોને તેમજ BLO ને પડતી મુશ્કેલી ઓ દૂર કરવા બાબતે ચુંટણી કમીશ્નરને રજુઆત
રાજ્યમાં હાલ SIR ની કામગીરીમાં સરકાર દ્વારા કરવામાં આવી રહી છે તેમા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તેમજ આ કામગીરી દરમિયાન BLO ને કેટલીક મુશ્કેલીઓ પડી રહી છે જે મુશ્કેલીઓ દૂર કરવા બાબતે રાજ્યના મુખ્ય ચુંટણી કમીશ્નરને જોઇન્ટ સેક્રેટરી કાંતિલાલ બાવરવાએ રજુઆત કરી માંગ કરી છે.
રજુઆતમાં જણાવ્યું હતું કે જે SIR ની કામગીરી ચાલી રહી છે. તેમાં ઘણા મતદારો પાસે ચૂંટણી કાર્ડ છે. તેઓ એ મતદાન પણ કરેલ છે. પરંતુ તેઓને હાલ માં ગણતરી પત્રક ના ફોર્મ મળેલ નથી. જેથી આવા મતદારો હેરાન પરેશાન છે. તો તેઓ ને તાત્કાલિક ગણતરી પત્રક ફોર્મ મળે તેવી વ્યવસ્થા કરવામાં આવે અને તેઓના નામ મતદાર યાદી માં રહે તે માટે યોગ્ય વ્યવસ્થા કરવામા આવે.
બીજું કે BLO જ્યારે ઓન લાઇન મેપિંગ કરે છે. ત્યારે ઘણા મતદારો ના નામ વેરીફાઈ થતા નથી. આ માટે ચૂંટણી પંચ ના ખોટા ઉપલોડ થયેલા ડેટા ના કારણે આવું થાય છે. તો આ ડેટા સુધારી ને ઉપલોડ માં પડતી મુશ્કેલીઓ દૂર કરવામાં આવે.
તેમજ હજુ ઘણા લોકો ને જ્યારે ફોર્મ જ મળ્યા નથી. ઘણા ના નામ 2002 ની યાદી માંથી ગાયબ છે. એટલે તેઓ પોતાના ફોર્મ ભરી શકતા નથી. એટલે આ કામગીરી અધૂરી ગણી શકાય. તો આ કામગીરી ના સમય માં વધારો કરવામાં આવે તેવી અમારી માગણી છે. તો ઉપર મુજબ ની અમારી માગણી બાબતે સકારાત્મક રીતે વિચારીને યોગ્ય કરવા રજૂઆત કરી છે.