હળવદના મીયાણી ગામેથી કારમાંથી વિદેશી દારૂની 22 બોટલ ઝડપાઇ 

હળવદ તાલુકાના તાલુકાના મીયાણી ગામની સીમમાં સ્વીફ્ટ કારમાંથી વિદેશી દારૂની 22 બોટલ હળવદ પોલીસે ઝડપી પાડી એક શખ્સ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશ ધારા તળે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ હળવદ તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન હળવદ તાલુકાના મીયાણી ગામની સીમમાં આરોપી જયદીપ ઉર્ફે ભુરી દિનેશભાઇ ડાભી રહે. મયુરનગર ગામ તા. હળવદવાળા એ પોતાના કબ્જા ભોગવટા વાળી સ્વીફ્ટ કાર રજીસ્ટર નંબર -જીજે-૩૬-એ.એલ.-૦૩૧૫ વાળીમા વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની કુલ બોટલ નંગ -૨૨ કિં રૂ‌. ૬૫૬૦ તથા કાર કિં રૂ‌. ૩,૦૦,૦૦૦ મળી કુલ કિં રૂ‌. ૩,૦૬,૫૬૦ નો મુદામાલ પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img