મોરબીમાં આવતીકાલે તા.૩૦ નવેમ્બર, રવિવારે મફત ‘સ્વાસ્થ્યનું સ્નેહમિલન’ હેલ્થ અવેરનેસ કાર્યક્રમ યોજાશે. ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કોલેસ્ટેરોલ, વજન નિયંત્રણ અને થાઇરોઇડ વિષયક માર્ગદર્શન નિષ્ણાતો દ્વારા આપવામાં આવશે. સીટ્સ મર્યાદિત હોવાથી પૂર્વ નોંધણી આવશ્યક છે.
મોરબી શહેરમાં આવતીકાલે આરોગ્ય જાગૃતિ વધારવાના હેતુથી ‘સ્વાસ્થ્યનું સ્નેહમિલન’ શીર્ષક હેઠળ નિઃશુલ્ક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સ્વસ્થ જીવનશૈલી અપનાવીને દવા વિના જીવન જીવવા ઇચ્છુક નાગરિકો માટે આ કાર્યક્રમ એક મહત્ત્વપૂર્ણ તક સમાન છે. આ સ્નેહમિલનમાં ખાસ કરીને ડાયાબિટીસ, બીપી, કોલેસ્ટેરોલ, વજન ઘટાડવા-વધારવા સહિત થાઇરોઇડ જેવી સમસ્યાઓ અંગે નિષ્ણાતો દ્વારા સરળ ભાષામાં માર્ગદર્શન આપવામાં આવશે. આરોગ્ય પ્રત્યે વધતી જાગૃતિને ધ્યાનમાં રાખીને આ કાર્યક્રમ મોરબીના નાગરિકોમાં ભારે ઉત્સાહ જગાવી રહ્યો છે.
આ કાર્યક્રમ ૩૦ નવેમ્બર ૨૦૨૫ રવિવારે સવારે ૯.૩૦ થી બપોરે ૧૧.૩૦ સુધી લોહાણા વિદ્યાર્થી ભુવન વસંત પ્લોટ મેઈન રોડ મોરબી ખાતે યોજાશે. સીમિત સીટ્સને કારણે પૂર્વ નોંધણી ફરજિયાત રાખવામાં આવી છે. રસ ધરાવતા નાગરિકોએ તાત્કાલિક ભાવેશભાઈ તવેથીયા મોબાઇલ નં. ૯૦૯૯૪ ૩૫૩૧૨ ઉપર સંપર્ક કરી સીટ રિઝર્વ કરવાની વિનંતી કરવામાં આવી છે. કાર્યક્રમના અંતે સૌ સાથે ભોજન પ્રસાદનું આયોજન પણ રાખવામાં આવ્યું છે, તેમ યાદીમાં જણાવ્યું છે.
માળીયા મીયાણા સંધવાણી વાસમાં છેલ્લા એક મહિનાથી પાણીનો નળ તુટી ગયો છે જેના કારણે હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે તેમ છતા નગરપાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હોય જેથી સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને આગામી બે ત્રણ દિવસમાં આ સમસ્યાનું નિવારણ નહીં આવે તો...
મોરબી શહેરમાં આવેલ વાવડી રોડ ઉપર ગણેશ નગર નાકા પાસે ગાળો બોલવા જેવી નજીક બાબતે બે શખ્સો વચ્ચે મારામારી થઈ હતી જે મારામારીનો બનાવ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો હતો અને જ્યાં બંને પક્ષો દ્વારા સામસામે એકબીજા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
મળતી માહિતી મુજબ મોરબીના વજેપર શેરી...
હળવદ તાલુકાના ચૂંપણી ગામે દેવીપુજક વાસમાં યુવક સાથે યુવકના તથા આરોપીઓના કાકાને બોલાચાલી થયેલ હોય જે બાબતનો ખાર રાખી આરોપીઓએ યુવક સહિત ત્રણ વ્યક્તિઓને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ચૂંપણી ગામની સીમમાં દેવીપુજક વાસમાં રહેતા ઘનશ્યામ...