રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી અને કચ્છ જિલ્લાના પ્રભારી મંત્રી કાંતિભાઈ અમૃતિયા ગુરુવારે કચ્છના પ્રવાસે
ગાંધીધામ શહેરના સર્વાંગી વિકાસ માટે કચ્છ જિલ્લા પ્રભારી મંત્રી કાંતિભાઈ અમૃતિયા ગાંધીધામ કોર્પોરેશનના અધિકારીઓ સાથે બેઠક યોજશે : ભુજ જિલ્લા અધિકારીઓ સાથે પણ વિકાસ કામો અંગે બેઠક યોજશે
ગાંધીનગર : રાજ્યના શ્રમ રોજગાર રાજ્ય મંત્રી અને કચ્છ જિલ્લા પ્રભારી મંત્રી કાંતિભાઈ અમૃતિયા ગુરુવારે કચ્છનો પ્રવાસ કરીને ગાંધીધામ શહેરના સર્વાંગી વિકાસ માટે ગાંધીધામ કોર્પોરેશનના અધિકારીઓ સાથે મહત્વની બેઠક યોજશે જેમાં શહેરના વિકાસ માટેનો એક્શન પ્લાન તૈયાર કરાશે. રાજ્યના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના રાજ્ય મંત્રી તેમજ કચ્છ જિલ્લાના પ્રભારી મંત્રી કાંતિભાઈ અમૃતિયા ગુરુવારે કચ્છ જિલ્લાના પ્રવાસે આવી રહ્યા છે. કચ્છ જિલ્લા પ્રભારી મંત્રી તરીકે જવાબદારી મળતા રાજયના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર રાજય મંત્રી કાંતિભાઈ અમૃતિયા ગુરુવારે
કચ્છ જિલ્લાના પ્રવાસે આવી રહ્યા છે.મંત્રી શ્રી કાંતિભાઈ અમૃતિયા ગાંધીધામ મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓ સાથે એક મહત્વની બેઠક યોજશે. આ બેઠકમાં ગાંધીધામના ધારાસભ્ય પણ ઉપસ્થિત રહેશે. કચ્છ જિલ્લાના પ્રભારી મંત્રી તરીકેની જવાબદારી મળતા હવે મંત્રી કાંતિભાઈ અમૃતિયા એક્શન મોડમાં આવ્યા છે અને ગાંધીધામ કોર્પોરેશનના અધિકારીઓ સાથે ગુરુવારે બેઠક યોજીને ગાંધીધામના સર્વાંગી વિકાસ માટે તેમજ ગાંધીધામ કોર્પોરેશનને રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવેલા ગ્રાન્ટનો પૂરેપૂરો ઉપયોગ કરીને ગુણવત્તાવાળા કામો થાય તેમજ
શહેરને આંતરમાળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ થાય તે પ્રકારના વિકાસ કામો હાથ ધરવા માટે કોર્પોરેશનના અધિકારીઓને તાકીદ કરવામાં આવશે.
ગાંધીધામના પ્રવાસ બાદ મંત્રી કાંતીભાઇ અમૃતિયા ભુજ નો પણ પ્રવાસ કરશે અને ભુજ જિલ્લા કલેકટર સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ તેમજ ધારાસભ્યો સાથે મહત્વની બેઠક યોજી ને ભુજ અને સમગ્ર કચ્છ જિલ્લાના સર્વાંગી વિકાસ માટે વિકાસ કામો હાથ ધરવા માટે એક્શન પ્લાન તૈયાર કરવા અને સમય મર્યાદામાં ગુણવત્તાવાળા વિકાસ કામો હાથ ધરાઈ તે પ્રકારની કામગીરી હાથ ધરવા માટે અધિકારીઓને તાકીદ પણ કરવામાં આવશે.